Wednesday, February 9, 2011

માનવતા એ જ ખરો ધમૅ

જગતમા આવેલા પરીવતૅને આપના સમાજમાં પણ અનેક પરીવતૅનો આણ્યા છે. તેથી આપણા સામાજિક, આથિકૅ, અને કૌટુબિક,વ્યવહારો પર ગંભીર અસર પડી છે.મોટા શહેરોની વાત જવા દઈએ પણ નાના નાના ગામડઓમાં આજે બાપ દીકરાના ખોરડાઓ અલગ અલગ જોવા મળે છે.આપણામાં રહેલી માનવતાને મારી નાખી છે.પહેલાના સમયમાં આપણામાં પરોપકારની ભાવના, એકબીજાને સુખ-દુખમાં મદદ કરવાની પરંપરા, સાથ અને સહકાર આપવાની  તત્પરા જોવા મળતી હતી પણ કબનસીબે પૈસાની ભુખ અને સ્વાર્થીપણાએ આપણી ધાર્મિક અને સાંસ્ક્રુતિક પરંપરાને વિસરાવી દીધી છે.
   તાજેતરમાં સુરત- મુંબઇ હાઇવે પર એક મહિલાની લાશ કલાકો સુધી છુંદાયેલી  હાલતમાં પડી રહી હતી . આ અજાણી મહિલાને વહેલી પરોઢે કોઈએ ટક્કર મારી હતી.તે પછી કલાકો સુધી સેંક્ડો વાહનો તેના પરથી પસાર થતા હતા,તેની લાશને છુંદતા જ ગયા, ગાડીઓ પસાર થતી રહી પણ કેટલા નિષ્ઠુર માનવીઓ !!! એક મ્રુત મહિલાની લાશનો મલાજો ના જાળવી શક્યા.કદાચ આપણામાં રહેલી મારે શું? ની ભાવનાએ આપણને નિબૅળ બનાવી દીધા. આપણી હીંદુ સંસ્ક્રુતિ પ્રમાણે નારીને એક શક્તિ ગણી તેનુ માન સન્માન કરીએ છીએ. ઘણા લોકોમાં આજે પણ સ્ત્રી દાક્ષિણ્યની ભાવના જોવા મળે છે ત્યારે આવુ બેજવાબદાર વર્તન, નિષ્ઠુર વલણ આપણે  કેવા થઇ ગયા છે. આપણી જાત, કહેવાતી પ્રગતિ , વાહ વાહ  અને પ્રતિષ્ઠાને ઝાંખપ અને બટ્ટો લાગી ગયો છે. અકસ્માતના આવા  તો અનેક કિસ્સાઓ વાંચતા રહ્યા છે પરંતુ  આ કિસ્સો સૌથી જુદા પ્રકારનો છે.
       જવાબદારીમાંથી છટકી જવાના અને મારે શુ લેવાદેવા ની પલાયનવાદી વ્રુતિના કારણે આપણે આટલા બધા લાગણી શૂન્ય બની ગયા છે. પૈસાની મોહમાં આપણે સ્વાર્થી અને ગુલામ બની ગયા છે. આપણી સવેદનાઓને બોદી બનાવી દીધી છે. શું આપણી  પાસે કોઇ અજાણી વ્યક્તિના મ્રુત શરીરને  કે તરફડી રહેલા કોઇ અજાણ્યા શરીરને દવાખાના સુધી પહોચડાવાની નૈતિક ફરજ નથી? તેનો મલાજો જાળવવાની ફુરસદ નથી? jay semoj maa

No comments:

Post a Comment